ગોત્રનું મહત્વ​
Wel Come,
Contact Us
શ્રી નવીનચંદ્ર ચીમનલાલ સુતરીયા​​ ખડાયતા વેબસાઈટ ટ્રસ્ટ​​ ની વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ગોત્રનું મહત્વ​

 

ફોટો ગેલેરી માં જવા માટે ફોટો પર ક્લિક કરો

 

:કુળદેવતા શ્રી કોટયર્ક – ગોત્ર દેવી:

 

       કલિયુગમાં મનુષ્યો દેવીનું પૂજન કરે છે. કારણ કે તેઓ ‘સર્વ કામ વરેશ્વરી’ અને “સર્વ કામ વર પ્રદા” છે. આ કારણોસર કલિયુગમાં મનુષ્યો દેવી પૂજા કરે છે.


       કલિયુગના જીવો લાભ વિના કશું કરતા નથી અને દેવી પૂજા દ્વારા કલિયુગના મનુષ્યોની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે તથા સર્વ સંતાપો દુર થાય છે. દેવીઓની પાસે પોતાની ઈચ્છાપૂર્તિની જે અપેક્ષા રાખશે તે અપેક્ષાઓ દેવી અનેક નામો અને અનેક રૂપો ધારણ કરીને પૂરી કરશે તેથી દેવી પૂજાનો પ્રવાહ ચાલતો જ રહેશે અને તેઓના સ્થાનકો પ્રતિષ્થિત થશે.


       મુસલમાનોના આક્રમણથી દક્ષિણ અને મધ્ય રાજસ્થાન તેમજ મળવાના પ્રદેશોમાંથી સ્થળાંતરીત થયેલી સૂર્યપૂજક વણિક જ્ઞાતિ જે સંઘપૂર – ખડાત વિસ્તારમાં સ્થાપિત થઈ તેઓ સામાજિક સ્થિરતા અને મૂળવતનથી આવેલા સૌએ પોતાની જૂની ઓળખ અને પુનઃસામાજિક વ્યવસ્થા સંપાદિત કરી સામાજિક સ્થિરતા પ્રાપ્ત કરી અને કોટયર્ક તીર્થમાં સ્થાયી થયા. આ વણિકો જે પોતાના મૂળ સ્થાનનું અસ્તિત્વ જાળવી રાખવા માટે, તેઓ જે વિસ્તારમાંથી આવ્યા હતા તે વિસ્તારના નામ પરથી પોતાની ઓળખ માટે જે તે ગોત્રનું નામ સ્વીકાર્યું. ખડાયતા જ્ઞાતિની ગોત્ર દેવીની સંખ્યા ૧૨ (બાર) છે.

જે નીચે પ્રમાણે છે.


       (૧) નદીયાણા ગોત્ર : રાજસ્થાનના શિહોર રાજ્યના “નાદિયા” ગામ પરથી “નદીયાણા” ગોત્ર નામ રાખ્યું. જે ગોત્રની કુળદેવી “નિત્યા-નંદિની” છે.

       (૨) નાણા ગોત્ર : શિહોર રાજ્યના “નાણા” ગામ પરથી “નાણા ગોત્ર” નામ રાખવામાં આવ્યું. જે ગોત્રની કુળદેવી “નારાયણી” છે.

       (૩) નાંદોલા ગોત્ર : જોધપુર પાસે આવેલા “નાંદોલ” ગામ પરથી “નાંદોલા ગોત્ર” નામ પડ્યું. જે ગોત્રની કુળદેવી “નારેશ્વરી” છે.

       (૪) ગુંદાણું-ગોંદાણું ગોત્ર: “ગોડવાર” પ્રદેશના ખડાયતા ગોંદરાણા કે ગુંદરાણા તરીકે ઓળખાયા જેનું અપભ્રંશ “ગુંદાણું” કે “ગોંદાણા” ગોત્ર નામ પડ્યું.

       (૫) નરસાણું ગોત્ર : રાજપૂતાનાના “નરસીપુરા” ગામના લોકોએ “નરસાણું ગોત્ર” નામ રાખ્યું. જે ગોત્રની કુળદેવી “નારસિંહા – નૃસિહી” છે.

       (૬) મેરઆણું ગોત્ર : મેરવાડા પ્રદેશમાંથી આવેલા વણિકો એ “મેરઆણું ગોત્ર” ગોત્ર નામ રાખ્યું. જે ગોત્રની કુળદેવી “મહીપાલિની” છે.

       (૭) સાવલાણું ગોત્ર : ઉદેપુર નજીક “સાવર” ગામ આવેલું છે. આ પરથી “સાવલાણું” ગોત્ર નામ પડ્યું. જે ગોત્રની કુળદેવી “શંકરી-નંદોદરી” છે.

       (૮) શાલીશાણું ગોત્ર : ઇડરની પર્વતમાળામાં “શાલી શાણું” નામ આવેલું છે. તે પરથી “શાલી શાણું” ગોત્ર નામ પડ્યું. જે ગોત્રની કુળદેવી “શેખરી કે સૂરેશ્વરી” છે.

       (૯) ભટસ્યાણું ગોત્ર : રાજપૂતાનામાં “ભતેંશ્વર” ગામ આવેલું છે જેથી આ ગોત્રને ભટસ્યાણા ગોત્ર કહે છે. જે ગોત્રની કુળદેવી “ભડોદરી” છે

       (૧૦) કગરાણું ગોત્ર : રાજપૂતાનાના કાંકરોલી કે કાંકરેજ પ્રદેશ પરથી “કગરાણું” નામ પડ્યું. જે ગોત્રની કુળદેવી “કામાક્ષી દેવી” છે.

       (૧૧) વસીયાણા ગોત્ર : ચિત્તોડ પાસે આવેલા “વસી” ગામ પરથી “વસીયાણા” ગોત્ર નામ પડ્યું. જે ગોત્રની કુળદેવી “વિશ્વેશ્વરી દેવી” છે

       (૧૨) ક્લ્યાણું ગોત્ર : કનોજ – કલ્યાણનગરથી પાછા ફરેલાં વણિકો “કલ્યાણું ગોત્ર” નામ અપનાવી ખડાયતા સ્થાન મેળવ્યું. જે ગોત્રની કુળદેવી “કલ્યાણી દેવી” છે.

       કોટયર્ક તીર્થ પર ઉપરોક્ત ગોત્ર દેવીની પૂજન થાય છે. હાલમાં કોટયર્ક તથા ગોત્ર દેવીના મંદિરો નડિયાદ, સૂરત, વડોદરા, તથા માંગરોલ-સાવલી ગામે પણ સ્થપાયેલા છે.